સરદારસિંહ રાણા



સરદારસિંહ રાણા
સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં કંથારીયા ગામ, લીંબડી, સુરેન્દ્રનગરમાં થયો હતો.

રાણાજી મહાત્મા ગાંધીનાં સહાધ્યાયી હતા. પૂના ની ફર્ગ્યુસન કોલેજમાં લોકમાન્ય તિલક અને સુરેન્દ્રનાથ બેનરજીનાં સંપર્કમાં આવતા આઝાદી ચળવળમાં પ્રવેશ્યાં.

1900 માં લંડનમાં બાર-એટ-લો ના અભ્યાસ દરમિયાન શાયમજી કૃષ્ણ વર્માનાં સંપર્કમાં આવ્યા. વર્માજી ભારતની બહાર રહી આઝાદી ચળવળ ચલાવતા. રાણાજી વર્માજી અને મેડમ ભીખાયઇજી કામા એ મળીને લંડન માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી.

1907 માં લંડન માં આંતરરાષ્ટ્રીય સોશાલિષ્ટ પરિષદના પ્રથમ અધિવેશનમાં રાણાજી એ મેડમ ભીખાયઇજી કામા સાથે હિન્દુસ્તાન નો પ્રથમ ત્રિરંગો ધ્વજ ફરકાવેલો. ( આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.)

ભારતમાં બ્રિટિશ સરકાર પર જે જે  બૉમ્બ ધડાકા થતા તેમનાં તાર રાણાજી સુધી જોડાયેલા હતા. મદનલાલ ઢીંગરા એ કર્નલ વાયલીને જે બંદુક થી મારેલો એ બંદુક પણ રાણાજીની હતી.

આઝાદીની ચળવળ સાથે રાણાજી એ શિક્ષણ ક્ષેત્રમાં પણ અતુલ્ય યોગદાન આપેલું હતું. સાવરકરજી સહીત કેટલાય યુવાનો એ રાણાજીની સ્કોલરશીપથી અભ્યાસ કરેલો હતો.
રાણાજી એ એક લાખ પુસ્તકોથી ભરેલી પોતાની અંગત લાઈબ્રેરી પેરિસ ની સબીન યુનિવર્સિટી ને દાનમાં આપી દીધેલી.

બનારસ હિન્દૂ યુનિવર્સિટીની સ્થાપના માટે રાણાજીએ 28 લાખ જેટલી મોટી રકમ મદન મોહન માલવીયાજી ને એકઠી કરીને આપી જેમાં 5 લાખ રૂપિયાનું યોગદાન રાણાજીનું જ હતું.

શાંતિનિકેતનની સ્થાપનામાં પણ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને સહયોગ આપેલો.

આઝાદ ભારતની પ્રથમ સંસદનાં 60 જેટલાં સાંસદો તો એવા હતા કે એમને રાણાજીની સ્કોલરશીપ થી અભ્યાસ કર્યો હતો.

25 મે 1957માં રાણાજી નું મૃત્યુ થયું હતું.

ભારતનાં આવા વીર ક્રાંતિકારી સરદારસિંહજી રાણા ને શત શત નમન.

- પ્રો. નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

માહિતી સંકલનમાં સહયોગ બદલ સર્વદમનસિંહ રાણા નો  આભારી છું.

Comments

  1. ભારત દેશના અને ગુજરાતી હોવાના નાતે આવા વિર સપુત, ક્રાંતિકારી, ઉદાર, મહાનુભાવ ને શત શત વંદન...... ખુબ સરસ માહિતી ...... ભારત માતાકી જય.... જય ભારત.....

    ReplyDelete
  2. વંદન સરદારસિંહ રાણા સાહેબને..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.